પોસ્ટ્સ

નાનકડું મારું ગોકુળિયું

છબી
શિયાળાની કડકડતી ઠંડી,  સવારે ગોદડું ઓઢીને ફળિયામાં ખાટલાની ઉપર રજાઈ કે  ગોદડી ઓઢી એ લહેર થી સુવાની મજા રે મજા, ભાઇ મજા  રે મજા,  કે પછી  ઉષ્મા ઋતુ એટલે કે ગરમીની રાત્રે ખુલ્લા આસમાનની નીચે ઠંડો પવન વહેતો હોય અને ગોદડી પર આળોટવાની ને અદભુત ઊંઘ આવે અને એમ જ થાય કે આ પરોઢ ન પડે કેવી મજા  રે મજા,  મજા રે મજા, ગામડામાં રહેવાની ફળિયામાં સુવાનો આ અલૌકિક આનંદ પામવા માટે શહેરી જીવ ચાતકની જેમ રાહ જુએ પણ એના જીવનમાં તો ફક્ત અને ફક્ત એર કન્ડિશનની ઠંડી હવા,  સિલ્કની ચાદર ઓઢીને સૂઈ રહેવાની મથામણ કરવાની સજા રે સજા,  સજા રે સજા -જયેશ 

ભણેલો ગણેલો અભણ સમાજ

છબી
ભણેલો ગણેલો અભણ સમાજ  હ હા અભણ સમાજ જાણીજોઈને લખ્યુ છે , કારણકે તમને ઉપસાવવા નો મારુ ઇરાદો છે.  આપણે ઘણું ભણ્યા પણ ઘરેડ ની બહાર નીકળતા આપણને બહુ તકલીફ પડે છે. પ્રસંગ આવે એટલે આપણે ઘાંઘા થઈ જઈએ છીએ. આપણને સમાજનો જ ડર લાગે છે,  પણ જે સમાજને માટે આપણે પ્રસંગને દિપાવવા માટે કામ કરવા જોઈએ એના બદલે આપણે એક સરખા જુના જુના  અવહેવારુ   વિચારોને   તિલાંજલિ આપતા નથી અને  મોંઘવારીમાં  શેકાઈએ અને ઘરના માણસો વચ્ચેના સંબંધો બગાડ્યા કરીએ છીએ.  આજકાલ એક નવો વ્યવહાર ચાલે છે કે જ્યારે આપણે કોઇના ઘરે  પ્રસંગે જઇએ તો મીઠાઈ લઈને  જઇએ , મોંઘી મોંઘી મોંઘી મીઠાઈઓ ખરીદશે, આકર્ષક પેકિંગમાં પેક કરાવીને -  વજન કરતાં વધારે પૈસા આપીને અને સામાન્ય રીતે બધાને ખર્ચો પરવડતું ન હોવા છતાં પણ વ્યવહાર માટે જ  લઈને જાય છે . જેના ઘરે પ્રસંગ હશે  તેને ત્યાં ઢગલો મીઠાઈ થઈ જાય છે . આપણને બધાને જ ઘરમાં ડાયાબિટીસ,  બ્લડપ્રેશર જેવી બીમારીઓ છે અને આ મીઠાઈ આપણે ખાઈ શકતા નથી અથવા તો ઓછી એકાદ બે પીસ ચાખીને મૂકી દઈએ છીએ. પછી એ ઘરના નાના કામ કરતા માણસોને બગડે તેના પહેલા , અથવા બે-ત્રણ દિવસ પછી  આપીએ છીએ.  આપણી મેન્ટાલીટી  માન

મોંઘેરા મહેમાન

છબી
અતિથિ ના આવવાનો સમય નિશ્ચિત નથી , તમારે ઘરે કાયમી 'અતિથિ' આવવા ના છે,  તેમનુ સ્વાગત કરીએ છીએ, ભલે પધારો મોંધેરા મહેમાન.

સદાબહાર રંગીન જીવન

છબી
પુરુષ અને પ્રકૃતિ (સ્ત્રી) આ મારો મનગમતો વિષય છે અને તમારો પણ હશે.  સામાન્ય એવું માનવામાં આવે છે કે સ્ત્રી-પુરુષ પોતાના પુરુષાર્થ થકી સ્ત્રી-પુરુષ ના જીવનમાં રંગ પૂરી શકે છે.   અહીંયા વાત છે આપણા સમાજના વિધવા, વિધુર  અથવા તો છુટાછેડા કે ડાયવોર્સિ સ્ત્રી પુરુષો સાથેના વ્યવહારની.     આજના યુવક અને યુવતીઓ જે તમને મને  એમ લાગે છે કે સ્વચ્છંદી જીવન જીવી રહ્યા છે,  એમણે જીવનની  આ નાનકડી વાતને બહુ સરળ રીતે પોતાના જીવનમાં આત્મસાત કરી લીધી છે. એ લોકોએ  તેમના પાર્ટનરે બીજી વ્યક્તિ સાથે જીવનનું સુખ માણ્યું હોય એ સાથે એમને બહુ ઓછો લેવાદેવા છે અને સ્વીકાર કરી લે છે. જ્યાં સુધી પોતાનો પાર્ટનર કે જીવનસાથી વર્તમાનકાળમાં એની સાથે દુર્વ્યવહાર અથવા તો સંબંધની બહાર સંબંધો વિકસાવવા તા નથી,  એના ભૂતકાળમાં જે કરેલું હોય તેને તો માફ કરી દેશે અથવા એ  સ્વીકારી લે છે કે ભૂલી જાય છે.  હવે જે પુરુષો અને સ્ત્રીઓ પોતાના ભૂતકાળમાં કરેલા સંબંધોનો પોતાની ઇચ્છાથી અથવા તો ઈશ્વર ઈચ્છાથી વિચ્છેદ (વિધુર કે વિધવા ) પામેલા છે કે છુટાછેડા થયેલા છે , તમે તમારો ભૂતકાળ ને છોડી કોઈ નવા સંબંધ ને વિકાસાવો, જેની સાથે , જેની પાસે સાથી

ધમાકેદાર ઓફર

છબી
 ધમાકેદાર ઓફર ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટમાં આ સ્કીમ વાપરવામાં આવે છે.     એક ધમાકેદાર ઓફર તમે માન્યું હોય તેનાથી તદ્દન સસ્તા ભાવે સામાન્ય રીતે જે વસ્તુ આપણને જોઈતી નો હોય એવી વસ્તુ વેચવા માટે આ ધમાકા ઓફર ઉપયોગ કરવામાં આવે છે.       કંપની પોતાનું મુખ્ય પ્રોડકટ , પૂર્ણ ઊંચા ભાવે વધારે લોકોને વેચવા માટે પ્રોડક્ટની સાથે એક નાનકડી બીજી પ્રોડક્ટ જે તમારા માટે તદ્દન નિરુપયોગી  એવી પ્રોડક્ટ એડ કરી કોમ્બો બનાવી અને ગ્રાહકને વેચવાની કોશિશ કરે છે.        આમા મોટે  ભાગે ગ્રાહક ઉઠા ભણતો હોય છે અને એને બંને પ્રોડક્ટની પોતાના ઘર માટે જરૂરત નથી હોતી પણ આજે ધમાકા છે જેનો ઉપયોગ કરી કંપની પોતાનો માલ ગ્રાહકને વેચી નાખે છે         આમ જુઓ તો બહુ સામાન્ય વસ્તુ છે અને આજે કેપ્શનમાં જ લખવામાં આવે છે તે આપણું ધ્યાન દોરે છે અને આપણે તે વસ્તુ કે વિગત પર આપણું ધ્યાન આકર્ષિત થાય અને  તે પ્રમાણે આપણે કામ કરીએ છીએ.          જીવન મા જ્યારે પણ કોઈ પણ વાત,  મેટર ને તમારે , તમારા મુકામે પહોંચાડવુ  હોય,  ત્યારે આ ધમાકા નો ઉપયોગ કરી જુઓ, બહુ સરસ રીઝલ્ટ હશે.         તો ફરી એકવાર એક ધમાકેદાર ઓફર એક સાથે એક ફ્રી અથવા તો તમારા ભાવ
છબી
 આ હાથ  ખોબલો રેતી ભરી ને  મહેલ  બનાવવાનું  સમણું  સાકાર   કરશે. તડકે તપેલી આ રેતી નો ખોબો ભરીને ,  આંખોએ આકાશ તરફ મીટ માંડી ,  થોડોક વરસાદ  વરશે તો માટી માંથી ગારો કરુને , ચોરસ ઠાંચા મા ઢાળી, તડકે સુકાવી દઉ. આવી કેટલીક ઈટો નો ઢગલો થાય,  એટલે દિવાર ઉભી કરુને  માથે છાપરુ લગાવ્યુ એટલે ઘર તૈયાર.  દૂરથી આવજ વાતાવરણ  મા  આવઝ ગુંજવા લાગ્યો.... ... સરકતી જાય,  રૂખ સે શબાબ આહિસ્તા આહિસ્તા..... ... .. - જયેશ   

પડછાયો

છબી
એવું કહેવાય છે કે સત્યવાદી નો પડછાયો નથી હોતો  સામાન્ય મનુષ્યને પોતાના દેહ કે કર્મના પ્રકારે દેહાકૃતિ નું પ્રતિબિંબ હોય છે. આ ધારા ઉપર એવા પણ મનુષ્ય છે કે જેનું સંપર્ક આપણા જીવનને પાયમાલ કરી નાખે છે તેમનું પ્રતિબિંબ કે પડછાયો એટલો ધારદાર હોય છે કે આપણું જીવન ત્રસ્ત કરી નાખે છે. આ ખાસ વ્યક્તિ ની ઓળખ બહુ જ મુશ્કિલ છે .  પ્રભુ કરે કે તમારા અને મારા જીવનમાં આવી વ્યક્તિઓનો સમાવેશ બહુ જ અલ્પ સમય માટે થાય અને આપણે એમનાથી દુર થઈએ. - જયેશ